July 2, 2024

ખાલિસ્તાની આતંકી નિજ્જર માટે કેનેડાનો પ્રેમ ઉઘાડો પડ્યો, સંસદમાં 2 મિનિટનું મૌન

Canada: આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનો સહાનુભૂતિ ધરાવતો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. કેનેડાની સંસદે બે મિનિટનું મૌન પાળીને અલગ રાષ્ટ્રની માંગ કરનાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ આપી હતી. ગયા વર્ષે કેનેડામાં તેની હત્યા કરવામાં આવી હતી. અગાઉ કેનેડાએ પણ એક નાઝી નેતાનું સન્માન કર્યું હતું. કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેમની પ્રથમ પુણ્યતિથિ પર મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 39 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કેનેડાની સંસદે આ શરમજનક કૃત્ય કર્યું છે. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

ગયા વર્ષે હત્યા કરવામાં આવી હતી
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે 18 જૂનના રોજ ગુરુદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. હરદીપ સિંહ કેનેડાના વાનકુવર શહેરમાં સ્થિત ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતા. હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા ભારતીય મૂળના કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હતા. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તે આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલો હતો.

આ પણ જુઓ: નેપાળના ખેલાડી સાથે ગેરવર્તન બાંગ્લાદેશના ખેલાડીને ભારે પડ્યું

અલગ રાષ્ટ્ર માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી
અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જર પંજાબના જલંધરના ભર સિંહ પુરા ગામના રહેવાસી હતા. 1990 ના દાયકાના મધ્યમાં નિજ્જર કેનેડા ગયા અને ત્યાંથી તેમનું ભારત વિરોધી અભિયાન ચાલુ રાખ્યું. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો અને તે ફોર્સના સભ્યોને ઓપરેશન, નેટવર્કિંગ, ટ્રેનિંગ અને આર્થિક મદદ કરતો હતો. આ સંગઠન અલગ ખાલિસ્તાની રાષ્ટ્રની માંગ કરી રહ્યું છે.

નિજ્જરે અલગ ખાલિસ્તાન રાષ્ટ્ર માટે “શીખ રેફરન્ડમ 2020” તરીકે એક ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી હતી અને તેના કારણે વર્ષ 2020માં પંજાબમાં એક કેસમાં તેની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. તેઓ શીખ ફોર જસ્ટિસ સાથે પણ જોડાયેલા હતા.