November 21, 2024

કેન્સર બની શકે છે તમારા જીવનનો દુશ્મન, તેનાથી બચવા રોજ ખાઓ આ ખોરાક

Cancer: મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ વ્યસન હોય છે. જેના કારણે લોકો કોઈ બિમારીમાં સપડાઈ જાય છે. કેન્સરના કેસમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. આ રોગમાં ખાનપાન અને અસ્વસ્થ જીવનશૈલી આવી સ્થિતિમાં, તમે તમારી જીવનશૈલીમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને કેન્સરને અટકાવી શકો છો.

ગ્રીન ટી
સામાન્ય રીતે વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રીન ટી કેન્સરને રોકવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ગ્રીન ટીમાં કેટેચીન્સ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે. નિયમિતપણે ગ્રીન ટી પીવાથી સ્તન, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સર સહિતના વિવિધ કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે.

ટામેટા
મોટા ભાગની વાનગી હોય કે રોજ પીરસાતું શાક હોય તેમાં લગભગ ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટા સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે.ર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ મુજબ, અઠવાડિયામાં બે કે તેથી વધુ ટમેટા ખોરાકમાં ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 30% ઓછું થાય છે.

આ પણ વાંચો: ઘરે જ બનાવો Vitamin C સીરમ, ચહેરા પરના તમામ દાગને કરશે દૂર

લસણ
લસણ કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં એલિસિન જેવા સલ્ફર સંયોજનો હોય છે, આ સંયોજનો કેન્સરના કોષોની વૃદ્ધિને અટકાવીને કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે

કઠોળ
ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત એટલે કઠોળ. મેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે ફાઇબરવાળા ખોરાકથી કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે.

(અમારો આ લેખ માત્ર માહિતી માટે છે , કોઈ પણ સારવારમાં પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)