September 18, 2024

રોહિત શર્મા બાદ T20માં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?

Hardik Pandya Team India T20 Captain: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે ટીમ ભારતની હવે નવી શ્રેણી તૈયાર થઈ રહી છે. પરંતુ આ વચ્ચે એક મોટો સવાલ ક્રિકેટ ચાહકોને થઈ રહ્યો છે કે ભારતીય ટીમનો આગામી કેપ્ટન કોણ હશે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે હાર્દિકને ટીમના કપ્તાન બનાવવામાં આવશે. પરંતુ હવે તો તેનું પણ પત્તું પણ કપાઈ શકે છે.બીસીસીઆઈ આ સમગ્ર મામલે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે અને તેની જાહેરાત કરી શકે છે.

સૌથી મોટો દાવેદાર
રોહિત શર્માના T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાની સાથે એ સવાલ એ છે કે BCCI સામે સૌથી મોટો સવાલ એ છે કે આ ફોર્મેટમાં ભારતીય ટીમનો આગામી કેપ્ટન કોણ હશે. રોહિત શર્મા હાલમાં વનડે અને ટેસ્ટ રમી રહ્યો છે. T20 વર્લ્ડ કપ ટીમમાં હાર્દિક પંડ્યા વાઇસ-કેપ્ટન હતો. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો નવો અને કાયમી કેપ્ટન બને તે પહેલા BCCIમાં કોઈ સર્વસંમતિ નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

દાવેદાર બન્યો
આ દરમિયાન સુકાનીપદના નવા દાવેદાર તરીકે સૂર્યકુમાર યાદવનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. આ માટેની ટીમ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. એક માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને સમસ્યાઓના કારણે સ્થાયી કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું નામ અચાનક સામે આવ્યું છે. બીસીસીઆઈની પસંદગી સમિતિ સિવાય નવા કોચ ગૌતમ ગંભીર પણ કોને સુકાનીપદ સોંપવામાં આવશે તેમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપને લઈને ટીમ તરફથી ફીડબેક લેવામાં આવ્યો છે.