December 18, 2024

T20 World Cupની શરૂઆત પહેલા કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન

T20 World Cup 2024: આઈપીએલ 2024 પછી ક્રિકેટ ચાહકોની નજર T20 World Cup 2024 પર છે. ત્યારે ભારતીય ટીમ અમેરિકામાં આગામી T20 વર્લ્ડ કપ 2024માં તેની તમામ ચાર ગ્રુપ મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક નિવેદન આપ્યું છે.

મેચ રમવાની તક
ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનથી શરૂ થવાની છે. આ મેગા ઈવેન્ટની શરૂઆત થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમવાની પણ તક મળશે. ન્યૂયોર્કના એક જ મેદાન પર પ્રથમ ત્રણ ગ્રુપ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા પાસે પ્રેક્ટિસ મેચમાં ત્યાંની સ્થિતિને વધુ સારી રીતે સમજવાનો વધારે સમય હશે. આ પહેલા રોહિત શર્માએ એક નિવેદન આપ્યું છે. ટીમ પ્રેક્ટિસ મેચ દરમિયાન અહીંની સ્થિતિને સમજવાનો પુરો પ્રયાસ કરશે.

પરિસ્થિતિને સમજવી
રોહિત શર્માએ કહ્યું કે અમારા માટે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા અહીંની સ્થિતિને સમજવી જરૂરી છે. પરિસ્થિતિને સમજવી પણ સરળ કામ નથી. 5 જૂને અમારી શરૂઆતની મેચ પહેલા અહીંની પરિસ્થિતિઓને અનુરૂપ બનવાનો પ્રયાસ કરીશું. 9 જૂનેબીજી ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો મુકાબલો છે. આવી સ્થિતિમાં પ્રેક્ટિસ પછી આયર્લેન્ડ સામેની તેની પ્રથમ મેચમાં તેને અહીંની પરિસ્થિતિને સમજવાની તક મળશે.

આ પણ વાંચો: T20 World cup: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના

ન્યુયોર્કનું મેદાન ખૂબ જ સુંદર છે
રોહિત શર્માએ ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરતા કહ્યું કે આ મેદાન ખુબ સુંદર તો છે જ પરંતુ તેની સાથે એકદમ ખુલ્લું પણ છે. અમે તમે તે દિવસનું સ્ટેડિયમનું વાતાવરણ જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અમેરિકામાં પહેલીવાર વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત, આયર્લેન્ડ , પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ Aમાં અમેરિકા અને કેનેડા સામે પણ રમવાનું છે.