મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની રોહિત શર્માને આપવી જોઈએ! જાણો કોણે કહ્યું આવું…
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની કમાન જ્યારથી હાર્દિકને સોંપવામાં આવી છે. ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સની 3 વખત હાર થઈ છે. અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે જીતનું ખાતું ખોલાવ્યું નથી. મુંબઈની ટીમનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ તમામ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી ફરીથી રોહિત શર્માને સોંપવી જોઈએ.
ત્રણેય મેચમાં હાર
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મનોજ તિવારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રોહિત શર્માને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી સોંપવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ ત્રણ વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાત ટાઇટન્સની પહેલી જ સીઝનમાં હાર્દિકે જ જીત અપાવી હતી. પરંતુ હાર્દિક પંડ્યાનું મુંબઈની ટીમમાં જવું તે તેમની મોટી ભુલ હતી.
આ પણ વાંચો: મેમરીઝ સાથે માઈલસ્ટોન દિવસ, 28 વર્ષ બાદ ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા
શું કહ્યું મનોજ તિવારીએ
મુંબઈની કેપ્ટનશીપ રોહિત શર્માને પરત કરવી જોઈએ. હું સમજી ગયો કે મુંબઈ ઈન્ડિયન્સના માલિકો કોઈ પણ નિર્ણય લેતા પહેલા અચકાતા નથી, તેણે અચાનક ટીમના પૂર્વ કેપ્ટનને હટાવવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માએ અત્યાર સુધી પાંચ IPL ટાઇટલ જીત્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધી કોઈ પણ હજુ સુધી જીત પ્રાપ્ત કરી નથી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સારી રહી નથી.
ચાહકોના નિશાને
હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી છે ત્યારથી જ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તે દર્શકોની બૂમાબૂમનો શિકાર બની રહ્યો છે. તે કોઈ પણ જગ્યા પર મેચ રમવા પહોંચે છે તે જગ્યા પર તેમને દર્શકોનો સામનો કરવો પડે છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જયારે મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ પર હાર્દિકને લઈને હોબાળો મચ્યો હતો. આગામી મેચ તેની 7 એપ્રિલના દિલ્હી સાથે રમાવાની છે. હવે જોવાનું રહ્યું કે આ મેચ મુંબઈ જીતે છે કે નહીં. કારણ કે અત્યાર સુધી મુંબઈની કારમી હાર થઈ છે.