February 16, 2025

IPL 2025 માટે 8 ટીમોના કેપ્ટનના નામ નક્કી, આ 2 ટીમોએ કેપ્ટનની જાહેરાત કરવી પડશે

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવાની છે. જેમાં 8 ટીમના કપ્તાનના નામ નક્કી થઈ ગયા છે. 2 ટીમ એવી છે જે ટીમના કેપ્ટનના નામની જાહેરાત હજૂ થઈ નથી. 10 ફ્રેન્ચાઇઝી પાસે હવે તેમની તૈયારીઓ કરવા માટે માટે એક મહિના જેવો સમય બાકી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગઈ કાલે તેમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. IPL 2025 સિઝનને લઈને 8 કેપ્ટનની જાહેરાત થઈ ગઈ છે. 2 ટીમોએ હજુ સુધી તેમના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી.

આ પણ વાંચો:રજત પાટીદાર RCBના કેપ્ટન બનતાની સાથે જ આપ્યું પહેલું નિવેદન

IPL 2025 માટે અત્યાર સુધી જાહેર કરાયેલી ટીમોના કેપ્ટનોના નામ

  • ગુજરાત ટાઇટન્સ – શુભમન ગિલ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ – પેટ કમિન્સ
  • મુંબઈ ઇન્ડિયન્સ – હાર્દિક પંડ્યા
  • ચેન્નઈ સુપર કિંગ્સ – રૂતુરાજ ગાયકવાડ
  • રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન
  • પંજાબ કિંગ્સ – શ્રેયસ ઐયર
  • લખનૌ સુપર જાયન્ટ્સ – રિષભ પંત
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રજત પાટીદાર

KKR અને દિલ્હી કેપિટલ્સ નેતૃત્વ કોણ કરશે?
8 ટીમોના કેપ્ટનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનની જાહેરાત થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને KKRની ટીમની જાહેરાત થઈ નથી. KKRની ટીમમાંથી વેંકટેશ ઐયર અને અજિંક્ય રહાણેના નામ આગળ છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલ અને અક્ષર પટેલ કપ્તાની સંભાળી શકે છે.