September 20, 2024

આગ્રા-લખનૌ હાઈવે પર ગંભીર અકસ્માત, 6 લોકોના મોત અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના ઇટાવામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઊંઘ આવવાને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર બસ સાથે અથડાઈ હતી. અથડામણને કારણે બસ કાબૂ બહાર નીકળી ગઈ અને એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ખાડામાં પડી ગઈ. જેમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. કેટલાક મુસાફરો ઘાયલ થયા છે.

બસ રાયબરેલીથી દિલ્હી આવી રહી હતી
હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ બસ રાયબરેલીથી દિલ્હી તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના ઇટાવાના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ચેનલ નંબર 129 પાસે બની હતી.

આ પણ વાંચો: ‘ઉધાર લઈને ટિકીટ ખરીદો, પણ લેબનોનથી નીકળો…’, મહાયુદ્ધથી ડરી દુનિયા; US-બ્રિટને આપ્યું એલર્ટ

અકસ્માત અંગે પોલીસે શું કહ્યું?
આ ભયાનક માર્ગ અકસ્માત અંગે ઇટાવાના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે બની જ્યારે રાયબરેલીથી દિલ્હી જઈ રહેલી બસ એક કાર સાથે અથડાઈ હતી. બસમાં 60 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મોત થયા છે અને લગભગ 20-25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરી છે.