આ બીમારીઓમાં ફુલાવરનું સેવન ભૂલથી પણ ના કરો
Cauliflower Side Effects: શિયાળાની સિઝન હવે આવી રહી છે. શિયાળાની સિઝન એટલે શાકભાજીની સિઝન. શિયાળો આવતાની સાથે શાકમાર્કેટ હરિયાળું થઈ થાય છે. પરંતુ તમારે ઘણા શાકભાજીને અમૂક લોકોએ ખાવા જોઈએ નહીં. અમે તમને વાત કરી રહ્યા છીએ ફુલાવરની. આવો જાણીએ ફુલાવર કોને ન ખાવું જોઈએ?
આ લોકોએ કોબીજ ન ખાવું જોઈએ
ગેસની સમસ્યા
જે લોકોને વારંવાર ખાવા-પીવાની સમસ્યાથી ગેસ રહેતો હોય તે લોકોએ ફુલાવર ન ખાવું જોઈએ. કારણ કે ફુલાવર ખાવાથી તમને પેટને લગતી સમસ્યા થઈ શકે છે. ફુલાવર ખાધા પછી તમને ગેસની સમસ્યા થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાનન ખાઓ
તમારે ગર્ભાવસ્થા દરમિયાન ફુલાવર ના ખાવું જોઈએ. જો આ સમયે તમે ખાવ છો તો તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. અપચાથી લઈને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે ગર્ભાવસ્થા સમયે તમારે ફુલાવર ખાવું જોઈએ નહીં.
આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી
થાઈરોઈડની સમસ્યામાં
જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો તમારે ફુલાવર ના ખાવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. ફુલાવર ખાવાથી થાઈરોઈડ ગ્રંથિમાં આયોડીનનો ઉપયોગ કરવાની ક્ષમતા ઘટી જાય છે. જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
(કોઈપણ ઉપાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો)