September 21, 2024

‘CBIએ બતાવવું જોઈએ કે તે પિંજરામાં કેદ પોપટ નથી’, સુપ્રીમ કોર્ટે કેમ કરી આવી ટિપ્પણી

Supreme Court Slams CBI: દિલ્હી લિકર પોલિસી સ્કેમ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. CBI કેસમાં કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન રકમ પર જામીન આપ્યા હતા. કેજરીવાલને જામીન આપતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ કડક ટિપ્પણી કરી છે. તેમણે CBIને પાંજરામાં બંધ પોપટની કલ્પના દૂર કરવાની પણ સલાહ આપી છે. ચાલો જાણીએ સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું.

કેજરીવાલની ધરપકડના સમયને લઈને સવાલ
જસ્ટિસ ભુઈયાએ કેજરીવાલને જામીન આપતાં CBI દ્વારા કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એજન્સીનો ઉદ્દેશ્ય ED કેસમાં તેમની જામીન આપવાના અવરોધ ઊભો કરવાનો હતો. જસ્ટિસ ભુઈયાને કહ્યું કે એવું લાગે છે કે ED કેસમાં કેજરીવાલને નીચલી અદાલતમાંથી નિયમિત જામીન આપ્યા બાદ CBI એક્ટિવ થઈ અને તેમની કસ્ટડીની માંગ કરી. 22 મહિનાથી વધુ સમય સુધી CBIએ તેમની ધરપકડ કરવાની જરૂર ન જણાઈ. આ પ્રકારની કાર્યવાહીથી કરવામાં આવેલ ધરપકડ પર જ ગંભીર સવાલો ઉભા કરે છે. આ બાબત પર વિચાર કરવામાં આવે.

CBI પર કડક ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ પર ચુકાદો સંભળાવતા જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાને કહ્યું કે CBIએ પાંજરામાં બંધ પોપટની છબી બદલવા માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એ બતાવવું જોઈએ કે તે પિંજરામાં બંધ પોપટ નથી. જસ્ટિસ ભુઈયાએ એમ પણ કહ્યું કે ન્યાયિક અનુશાસનને કારણે હું કેજરીવાલ પર લાદવામાં આવેલી શરતો પર ટિપ્પણી કરી રહ્યો નથી.

નિવેદન આપવા માટે ન કરી શકાય દબાણ
જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે જ્યાં સુધી ધરપકડના આધારની વાત છે તો અહી ધરપકડની જરૂરિયાતને પૂરી નથી કરતી. CBI ગોળગોળ જવાબોનો હવાલો આપીને ધરપકડને યોગ્ય ન ગણાવી શકે અને અટકાયત યથાવત ન રાખી શકે. આરોપીને નિવેદન આપવા માટે દબાણ પણ ન કરી શકાય. CBI પ્રાથમિક તપાસ એજન્સી છે. એવા કોઈ સંકેત ન આપી શકાય કે તપાસ યોગ્ય રીતે નથી થઈ રહી.