રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં BJP ધારાસભ્યના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ
Ahmedabad: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ 7 દિવસના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં બીજેપી ધારાસભ્યના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મણિનગરના MLA અમૂલ ભટ્ટના કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર મણિનગર, ઈસનપુર, ખોખરા વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. 7 દિવસના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં બીજેપી ધારાસભ્યના કાર્યાલય ખાતે જશ્નનો માહોલ છે. વોર્ડ પ્રમુખોની નિયુક્તિઓ બાદ ઢોલ નગારા સાથે ગરબા રમી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જ્યારે MLA અમુલ ભટ્ટ પણ ગરબે રમતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ PM મનમોહન સિંહના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ