સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી સરકારી અઘ્યાપકોને સોંપાઈ
Ahmedabad News: સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી સરકારી અઘ્યાપકોને સોંપવામાં આવી છે. ખાનગી યુનિ.ની ડોક્યુમેન્ટની ચકાસણીની કામગીરી 59 અઘ્યાપકોને સોંપાઈ હતી. ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના અઘ્યાપકોને કામગીરી સોંપાઈ છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર, જાણો કઈ 4 મોટી માંગણી કરી?
વિદ્યાર્થીનો અભ્યાસ બગડશે
ડોક્યુમેન્ટ અને સ્ક્રુટીની કામગીરી સરકારી અઘ્યાપકોએ હવેથી કરવી પડશે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે ખાનગી યુનિ ને દરજ્જો મળશે. અધ્યાપકો કામગીરીમાં જોતરાતા એક મહિના સુધી વિદ્યાર્થીનો અભ્યાસ બગડશે. સેન્ટર ઓફ એક્સલન્સ ધરાવનાર સંસ્થાઓને એકેડેમી ઓટોનોમી, એફઆરસી ની ફી માંથી મુક્તિ, અને સેટેલાઈટ પ્રવેશ પ્રક્રિયામાં 67 ટકા બેઠકો પોતાની રીતે મંજૂરી ભરવાની મળે છે. અગાઉ 2022 થી 25 માટે રાજ્યની સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સેલન્સ નો દરજ્જો અપાયો હતો. અધ્યાપકોએ આગામી 5મી માર્ચ સુધીમાં ફુલ ટાઈમ ખાનગી સંસ્થાઓની ડોક્યુમેન્ટની સ્ક્રુટીની કરવાની રહેશે.