કંપનીના સિલ્વર જુબલી સેલિબ્રેશનમાં CEOનું મોત
હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક પ્રાઇવેટ કંપનીના CEOની મોત થઈ છે. હૈદરાબાદમાં યૂએસ બેસ્ડ કંપની Visterનો સિલ્વર જુબલી કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે એક દુર્ધટનામાં કંપનીના સીઈઓની મોત થઈ છે.
સ્ટેજ પર એન્ટ્રી મોતની એન્ટ્રી બની
અમેરિકા સ્થિત સોફ્ટવેર કંપની Vistexના CEO સંજય શાહ અને કંપનીના પ્રેસિડેન્ટ રાજુ દતલા ગુરૂવારે સિલ્વર જુબલી કાર્યક્રમમાં ક્રેનની મદદથી સ્ટેજ પર એન્ટ્રી લેવાના હતા. આ સમયે ક્રેન સાથે બાંધેલો પાંજરો અચાનક તુટી પડ્યો હતો. જેના કારણે સંજય શાહ અને રાજુ દતલા બંને લોકો નીચે પટકાયા હતા.
ઈવેન્ટ મેનેજર વિરૂદ્ધ કેસ નોંધાયો
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ તુરંત જ સીઈઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તો કંપનીના પ્રેસિડેન્ટની હાલત ખુબ જ ગંભીર છે. બીજી તરફ કંપનીના એક અધિકારીએ ફિલ્મ સિટી ઈવેન્ટ મેનેજરની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. મહત્વનું છેકે, વિસ્ટેક્સે રામજી ફિલ્મ સિટીમાં કંપનીના કર્મચારીઓ માટે રહેવા સહિતની વ્યવસ્થાઓ બે દિવસ માટે કરી હતી. આ બે દિવસ દરમિયાન કંપનીની સિલ્વર જુબલીનો કાર્યક્રમ યોજાવાનો હતો.
15 ફૂંટની ઊંચાઈએથી નીચે પટકાયા
અબ્દુલ્લાપુરમેટ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, સંજય શાહ અને રાજૂ દતલા 15 ફૂટની ઊંચાઈ પર હતા. જ્યાંથી તેઓ ધીરે ધીરે નીચે આવવાની હતા. આ રીતે તેઓ સ્ટેજ પર એન્ટ્રી લેવાના હતા, પરંતુ તેની જગ્યાએ બંને લોકો ઉપરથી નીચે પટકાયા હતા.
વિસ્ટેક્સ છે ગ્લોબલ કંપની
વિસ્ટેક્સ કંપની વિશે વાત કરીએ તો આ કંપની એક ઈલિનોઈડ બેસ્ડ ફર્મ છે.વિસ્ટેક્સ કંપની રેવન્યુ મેનેજમેન્ટ સોલ્યુશન અને સર્વિસ સેક્ટરમાં કામ કરે છે. આ ઉપરાંત લિસ્ટેક્સ ફાઉન્ડેશન અને Lehigh Universityમાં લર્નિગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂડની શરૂઆત પણ કરી હતી. તેની સ્થાપના 1999માં થઈ હતી. કંપનીની ગ્લોબલ સ્તર પર 20 ઓફિસ છે જેમાં 20 હજારથી પણ વધારે કર્મચારીઓ છે. વિસ્ટેક્સ લીડિંગ બ્રાંડ કંપનીઓ જેવી કે GM, Barilla અને Bayerને સેવા આપી રહી છે.