અર્થશાસ્ત્રી ડો.બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
Delhi: અર્થશાસ્ત્રી અને પીએમ મોદીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોય આજે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બિબેક દેબરોયને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બનતા પહેલા દેબરોય પૂણેમાં ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ (GIPE)ના ચાન્સેલર પણ હતા.
અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું નિધન
પીએમ મોદીએ એક જૂની તસવીર શેર કરી અને દેબરોયને મહાન વિદ્વાન ગણાવ્યા. પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું કે ડો.બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં વાકેફ હતા. તેમના કાર્ય દ્વારા તેમણે ભારતના બૌદ્ધિક લેન્ડસ્કેપ પર અમીટ છાપ છોડી દીધી.
Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr
— Narendra Modi (@narendramodi) November 1, 2024
પીએમ મોદીએ ડૉ. દેબરોયને યાદ કર્યા
પીએમ મોદીએ X પર લખ્યું, હું ડો. દેબરોયને ઘણા વર્ષોથી ઓળખતો હતો. શૈક્ષણિક પ્રવચનો પ્રત્યેના તેમના જુસ્સાને હું હંમેશા યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Deeply saddened by the passing of Dr. Bibek Debroy. He was a distinguished economist, a prolific author as well as an excellent academician. He will be admired for his policy guidance on economic issues and noteworthy contributions to India’s development. His columns in… pic.twitter.com/y1niSMlxU7
— Dharmendra Pradhan (@dpradhanbjp) November 1, 2024
ધર્મેન્દ્ર પ્રધાને પણ બિબેક દેબરોયને યાદ કર્યા
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ અર્થશાસ્ત્રી બિબેક દેબરોયને “ઉત્તમ શિક્ષણશાસ્ત્રી” ગણાવ્યા હતા.
તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી, એક પ્રસિદ્ધ લેખક તેમજ ઉત્તમ શિક્ષણશાસ્ત્રી હતા. આર્થિક મુદ્દાઓ પર તેમના માર્ગદર્શન અને દેશના વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમની હંમેશા પ્રશંસા કરવામાં આવશે. અખબારોમાં તેમના લેખોએ લાખો લોકોને સમૃદ્ધ અને પ્રબુદ્ધ કર્યા. ડો. દેબરોયે અર્થશાસ્ત્ર, શિક્ષણ અને સાહિત્યની દુનિયામાં અમીટ વારસો છોડ્યો છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.