ICC Champions Trophy 2025: BCCIએ પાકિસ્તાનની માંગ નકારી કાઢી, આવ્યો નવો વળાંક
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીનો મામલો હજૂ ચાલી રહ્યો છે. જેમાં હવે ફરી એક વળાંક આવ્યો છે. BCCIએ પાકિસ્તાનની મોટી માંગને ફગાવી દીધી છે. BCCIએ આગામી ભારત અને પાકિસ્તાન મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની માંગને ફગાવી દીધી છે.
આ પણ વાંચો: શું ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્મા ફટકારી શકશે પ્રથમ ટેસ્ટ સદી?
BCCIએ દુબઈમાં મેચ યોજવાની માંગને ફગાવી દીધી હતી
ય શાહે 1 ડિસેમ્બરે ICC અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. યુએઈમાં સોમવાર અને મંગળવારે ઓફિસો બંધ રહે છે. જેના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીના કેસનો નિર્ણય હજુ પણ અટવાયેલો રહ્યો છે. એક પાકિસ્તાની મીડિયા વેબસાઈટમાં પીસીબીના એક સૂત્રને ટાંકીને લખવામાં આવ્યું કે, “અમે સંપૂર્ણ રીતે યોગ્ય રીતે ઉકેલની રજૂઆત કરી હતી. તો ભવિષ્યમાં અમારી ટીમને તેમના દેશમાં મોકલવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. જો. ભવિષ્યમાં ભારતમાં કોઈપણ ICC ઈવેન્ટ યોજાય તો તેણે દુબઈમાં અમારી સામે મેચ રમવી પડશે.