જો જસપ્રીત બુમરાહ નહીં રમે તો તેની જગ્યાએ કોને મળશે સ્થાન?

Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 19 ફેબ્રુઆરી ICC ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવાની છે. 8 ટીમોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટી ચિંતા છે. જસપ્રીત બુમરાહ રમશે કે નહીં તે અંગે કોઈ હજૂ ચિત્ર સ્પષ્ટ નથી. આ અંગે નિર્ણય આજ સાંજ સુધીમાં લેવામાં આવી શકે છે. જસપ્રીત બુમરાહ જો મેચ નહીં રમે તો તેની જગ્યાએ કોણ મેચ રમશે તે સવાલ તમને ચોક્કસ થશે. આવો જાણીએ.
આ પણ વાંચો: યુવરાજસિંહ બિઝનેસ પીચ પર કરશે બેટિંગ, પ્રીમિયમ ટેકીલા બ્રાન્ડ FINO કરી લોન્ચ
આ ખેલાડીને મળી શકે છે તક
જસપ્રીત બુમરાહ અનફિટ જાહેર થાય છે તો હર્ષિત રાણાને તક મળી શકે છે. બુમરાહની જગ્યા પર હર્ષિત રાણાને ટીમ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હર્ષિત રાણાએ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં વનડે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ત્રણ વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડેમાં પોતાના ડેબ્યૂમાં ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવી શકે છે. મોહમ્મદ સિરાજ માટે પણ દરવાજા ખુલી શકે છે.