February 26, 2025

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મોબાઈલ ફોનની વિગતો સામે આવી, કેમેરા સામે આ બધું બહાર આવ્યું

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલી 2 મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું નામ નક્કી કરી દીધું છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાનો વિજય ક્રમ જાળવી રાખવા માટે કાર્ય કરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે જોડાયેલો એક રમુજી વીડિયો સામે આવ્યો છે. આવો જાણીએ આ વીડિયો વિશે.

રમુજી વીડિયો આવ્યો
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે જોડાયેલો એક રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સ્ટાર સ્પોર્ટ્સે તેના સોશિયલ મીડિયા પેજ પર શેર્ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય કે જાડેજાએ કહ્યું કે તેના ફોનમાં કોઈ વોલપેપર નથી, જ્યારે ઐયરે વોલપેપર તરીકે તેની માતાનો ફોટો મૂક્યો છે, હાર્દિકે તેના પુત્રનો ફોટો મૂક્યો છે. શમીએ તેની પુત્રીનો ફોટો મૂક્યો હતો. આ સમયે ખેલાડીઓને પૂછવામાં આવ્યું કે તેમણે છેલ્લો કોલ કોને કર્યો તેની સાથે એ પણ સવાલ કરવામાં આવ્યો તેઓ ફોનમાં શું સાંભળે છે. હાર્દિકે કહ્યું કે આ દિવસોમાં તે હનુમાન ચાલીસા સૌથી વધુ સાંભળે છે.

આ પણ વાંચો: જૂનાગઢનું સૌથી પૌરાણિક મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને પહોંચ્યા

બે ટીમો સેમિફાઇનલમાં પહોંચી
હાલ 2 ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાનની ટીમ પહેલીથી જ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપ A માંથી બે શ્રેષ્ઠ પ્રદર્શન કરતી ટીમો, ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ગ્રુપ બીમાંથી કોઈપણ બે ટીમો હજુ સુધી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી શકી નથી. આજના દિવસે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. જે પણ ટીમ હારી જશે તે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ જશે.