January 16, 2025

Champions Trophy 2025: પાકિસ્તાને સૌથી મોંઘી અને સસ્તી ટિકિટની કિંમત કેટલી રાખી?

Champions Trophy 2025: પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે. આવો જાણીએ કે આ મેચમાં સૌથી સસ્તી અને મોંઘી ટિકિટ કેટલી છે.

ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા
19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે. 29 વર્ષ પછી પાકિસ્તાનમાં ICC ઈવેન્ટ થવાની છે. પાકિસ્તાનના કરાચી, લાહોર અને રાવલપિંડીમાં આ ટુર્નામેન્ટ માટે ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય સ્ટેડિયમ માટે અલગ-અલગ ટિકિટનો દર રાખવામાં આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ટિકિટની કિંમત 620 રૂપિયાથી લઈને 7750 રૂપિયા સુધીની છે. જેમાં ઈન્ડિયામાં તેના ભાવ માત્ર 310 રૂપિયા થાય છે. આ ટિકિટ સૌથી સસ્તી છે. સૌથી મોંઘી ટિકિટની વાત કરવામાં આવે તો 7750 રૂપિયા છે. ઈન્ડિયામાં આ ટિકિટ 5580 રૂપિયામાં પડે. સૌથી સસ્તી અને સૌથી મોંઘી ટિકિટની વાત તો થઈ ગઈ પરંતુ હવે તમને સવાલ થતો હશે કે VIP ટિકિટની કિંમત શું હશે.

આ પણ વાંચો: ઉમરગામમાં બાળકની દાટેલી લાશ બહાર કઢાઈ, પ્રેમી ફરાર થતા પ્રેમિકાએ કરી ફરિયાદ

VIP ટિકિટની કિંમત શું છે?
રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા છે, જે ભારતીય રુપિયા પ્રમાણે 620 થાય. PCBએ તમામ મેચો માટે VVIP ટિકિટોની કિંમત 12000 રાખી છે. સેમિ-ફાઇનલ માટે કિંમત 25,000 રુપિયા રાખવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં રમાવાની છે. જેમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચે છે તો તે મેચ દુબઈમાં રમાશે અને જો ફાઈનલમાં પહોંચે છે તો તે મેચ લાહોરમાં રમાશે.