February 25, 2025

જો વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ રદ્દ થશે તો કોણ પહોંચશે સેમીફાઈનલમાં ?

Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પર વરસાદનો ખતરો છે. હાલ રાવલપિંડીમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મેચ રદ થવાની સંભાવનાઓ વધારે જોવા મળી રહી છે. જો આવું થશે તો સેમિફાઇનલ મેચ વધારે રસપ્રદ બની જશે. હાલની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ફક્ત એક જીતની જ જરૂર છે. જો વરસાદના કારણે આજની મેચ રદ થાય છે તો ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બંનેને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. ત્યારે આવો જાણીએ ચાલો જાણીએ કે ગ્રુપ B માં કઈ ટીમો સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.

આ પણ વાંચો: AIની આડઅસરઃ ભીડને જોઈને ભૂરાયો થયો રોબોટ, કરી દેવાવાળી

સેમિફાઇનલ માટે કયા સમીકરણો રચાઈ રહ્યા છે તે જાણો
રાવલપિંડીમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ થવાની વધારે સંભાવનાઓ જોવા મળી રહી છે. જો આ મેચને રદ કરવામાં આવે છે તો બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. જેના કારણે ત્રણ પોઈન્ટ સાથે સેમિફાઈનલની રેસમાં બાકી રહેશે.આવું થતાની સાથે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેનું પરિણામ ખાસ રહેવાનું છે. જો ઈંગ્લેન્ડની મેચ જીતે છે તો ચે 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહેશે. અફઘાનિસ્તાનની જીત થતાની સાથે ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને આવી જશે. આ બાદ ઓસ્ટ્રેલિયાનો સામનો અફઘાનિસ્તાનની ટીમ સામે થશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ જીતે છે તો તે 5 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ જો અફઘાનિસ્તાન ટીમ આ મેચ જીતે છે તો ઓસ્ટ્રેલિયાને ચાર પોઈન્ટ સાથે પાછળ છોડી દેશે, જે ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. છેલ્લી ગ્રુપ મેચમાં ટીમ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે સામે ટકરાશે. ઈંગ્લેન્ડની ટીમ જો અફઘાનિસ્તાનને હાર આપે છે અને દક્ષિણ આફ્રિકાને પણ હાર આપે છે તો ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. બીજી બાજૂ દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડને હાર આપે છો તો ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ થવાથી સેમિફાઇનલ માટેની દોડ વધુ રોમાંચક બની શકે છે. જેનું કારણ એ છે કે મેચનું પરિણામ સેમિફાઇનલ માટેની દોડને અસર કરી રહ્યું છે. તમામ સમીકરણમાં એક વાત છે કે ક્રિકેટ ચાહકોને ઘણી મજા પડી જવાની છે.