March 10, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2027માં આ 3 ખેલાડીઓ થઈ શકે બહાર

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો બુમરાહના સ્વરૂપમાં હતો. આ ટુર્નામેન્ટ પછી, ટીમ ઈન્ડિયાની નજર હવે 2027 માં યોજાનાર ODI વર્લ્ડ કપ પર રહેલી છે. વર્ષ 2027માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કદાચ આ 3 ખેલાડીઓ તમને નહીં જોવા મળે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.

મોહમ્મદ શમી
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનથી શરૂઆત કરી હતી. પરંતુ આ પછી તેના પ્રદર્શનમાં થોડો થોડો ફેરફાર આવવા લાગ્યો હતો. તેનું પ્રદર્શન સતત નીચે આવતું ગયું હતું. તેની ઉંમર અને ઈજાની સંભાવના તેના ભવિષ્યના ODI કારકિર્દી પર પ્રશ્નો ઉભા કરી શકે છે. આગામી ODI વર્લ્ડ કપ સુધીમાં શમીની ઉંમર 37 વર્ષની થઈ જશે.

પંત
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પંતની ODI કારકિર્દી અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. સાત વર્ષની કારકિર્દીમાં, તેણે ફક્ત 31 વનડે રમી છે. કેએલ રાહુલને વિકેટકીપર તરીકે સતત પસંદ કરવામાં આવી રહ્યો છે અને અક્ષર પટેલ વચ્ચેની ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.આવી સ્થિતિમાં તેને પણ ODI ટીમમાંથી બહાર કરી શકાય છે.

આ પણ વાંચો: ICC Champions Trophy 2025: ચેમ્પિયન બન્યા પછી ટીમ ઈન્ડિયાને ‘વ્હાઇટ બ્લેઝર કેમ મળ્યું?

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર જોવા મળ્યું હતું. તેની ઉંમર અત્યારે જ 36 વર્ષની છે. 2027 વર્લ્ડ કપ સુધીમાં 38 વર્ષનો થઈ જશે. ટીમ ઈન્ડિયા ભવિષ્ય માટે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ઓલરાઉન્ડરોને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.