February 16, 2025

Champions Trophy 2025 માટે ટીમ ઈન્ડિયા દુબઈ રવાના, આ ટીમ સાથે પહેલી ટક્કર

Champions Trophy 2025: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા માટે દુબઈ જવા રવાના થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ A માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે.

આ પણ વાંચો: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલે વેબ પોર્ટલ લોન્ચ કર્યું

ભારતીય ટીમ થઈ દુબઈ જવા રવાના
8 ભાગ લેનાર ટીમોમાંથી 7 ટીમ પાકિસ્તાન પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા આજે જવા રવાના થઈ છે. 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ ટીમ સામે રમવાની છે. ભારતીય ટીમમાં 5 સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. બુમરાહને પણ આ મેચમાં સ્થાન મળ્યું હતું. પરંતુ પૂર્ણપણે ફિટ ન હોવાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યા પર હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.