February 19, 2025

Champions Trophy 2025: ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ બનશે વિલન?

Champions Trophy 2025: ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ બાંગ્લાદેશની સામે રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ મહત્વની છે. પરંતુ આ સમયે વરસાદ વિલન બનશે તો? આવો જાણીએ કે તે દિવસે કેવું રહેશે હવામાન.

હવામાન કેવું રહેશે?
ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી શકે છે. 20 ફેબ્રુઆરીએ દુબઈમાં તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે. જ્યારે વરસાદની સંભાવના 35 ટકા છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પીચની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બોલરોને મદદ મળી રહે છે. જોકે આ વખતે પરિસ્થિતિ બદલી શકે છે, મહત્વની વાત તો એ છે કે ભારત આ મેદાન પર એક પણ ODI મેચ હાર્યું નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ
કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ , વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી.

આ પણ વાંચો: IND vs BAN: શું મોહમ્મદ શમી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે?

બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ
તૌહીદ હૃદય, સૌમ્ય સરકાર, તંજીદ હસન, મહમુદુલ્લાહ, ઝાકર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન,નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન, નસુમ અહેમદ, તંઝીમ હસન, નાહિદ રાણા.