કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કાળાબજારી, અમદાવાદમાં એક વ્યક્તિની ધરપકડ
Ahmedabad: એક તરફ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટો મળવી મુશ્કેલ છે. જ્યાં બીજી તરફ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટની કાળાબજારી ચાલી રહી છે. જેને લઈને હવે ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની કરી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, 25 અને 26 જાન્યુઆરીના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટની કાળાબજારી વચ્ચે ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની કરી ધરપકડ છે. અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની છ ટિકિટો મળી આવી છે. ત્યારે 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ મળી આવી છે. તો 6 ટિકિટો ઊંચા ભાવે વેચી અક્ષય પટેલ કાળા બજારી કરતો હતો. નોંધનીય છે કે, અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. 25 અને 26 જાન્યુઆરીના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. ત્યારે હવે પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ફોટા વાયરલ કરી દઈશું… 27 વર્ષની પરિણીતાને વારંવાર ધમકી આપી આચર્યું દુષ્કર્મ