BSNLના આ સસ્તા પ્લાને લાખો યુઝર્સને કર્યા ખુશ, જાણી લો આ સૌથી બેસ્ટ પ્લાન વિશે

BSNLએ તેના 9 કરોડથી વધુ વપરાશકર્તાઓ માટે એક ખાસ ઓફર રજૂ કરી છે. આજે મધર્સ ડે નિમિત્તે BSNL વપરાશકર્તાઓને હવે 365 દિવસને બદલે 380 દિવસની માન્યતા આપવામાં આવી રહી છે. કંપનીની આ ઓફર 7 મે થી 14 મે દરમિયાન ઉપલબ્ધ રહેશે. આવો જાણીએ આ પ્લાન વિશે.

આ પણ વાંચો: હવે પાકિસ્તાનીઓને પૂછો બ્રહ્મોસની શક્તિ શું છે: સીએમ યોગી

રિચાર્જ પ્લાન 1,999 રૂપિયાની કિંમતે
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ સસ્તો રિચાર્જ પ્લાન 1,999 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્લાનમાં, યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આમાં યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ આપવામાં આવે છે. BSNL ના આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS અને 600GB ઇન્ટરનેટ ડેટા મળે છે. પેલા તેમાં 365ની માન્યતા આપી હતી હવે તેમાં 380 દિવસની માન્યતા મળી રહેશે. આ ઉપરાંત કંપની હાલમાં તેના 1499 રૂપિયાના પ્લાનમાં પહેલા કરતા વધુ વેલિડિટી આપી રહી છે.