July 4, 2024

ચીનના સૈન્ય જવાનો બોલ્યા જય શ્રી રામ, વીડિયો વાયરલ

ચીન: ભગવાન શ્રી રામની ખુશી સરહદ પર પણ જોવા મળી હતી. જેમાં ભારતીય અને ચીની સૈનિકો શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જય શ્રી રામના નારા
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને દેશોના સૈનિકો નાસ્તા કસાથે “જય શ્રી રામ” ના નારા લગાવી રહ્યા હતા. જોકે આ વીડિયો કઈ તારીખનો છે તે કહેવું મુશ્કેલ છે અને અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ત્રણ મહિના જૂનો હોઈ શકે છે. જોકે બીજી બાજૂ જોવા જઈએ તો બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે લોકો પોઝીટીવ રીતે શેર કરી રહ્યા છે. ન્યૂઝ કેપિટલ વેબ સાઈટ આ વીડિયોનો કોઈ રીતે દાવો કરતું નથી. આ એક વાયરલ વીડિયો પરથી તૈયાર કરેલો અહેવાલ છે.

ભગવાન રામની તસવીર
આખરે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. ગઈ કાલે દેશની સાથે દુનિયા પણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે દુબઈનું બુર્જ ખલીફા પણ રામમય બન્યું હતું. અમેરિકાથી લઈને ચીન સુધી સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાએ તેના ડિસ્પ્લે પર ભગવાન રામની તસવીર લગાવી હતી.

આ પણ વાચો: ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારતીયો મોજમાં

સદીઓની રાહનો અંત
ભગવાન શ્રી રામના દર્શનની દરેક હિન્દુઓ સદીઓથી રાહ જોઈ રહ્યા હતા જેની રાહ હવે પુર્ણ થઈ હતી. ભગવાન શ્રી રામની પહેલી તસવીર જોતાં જ ભક્તોમાં એટલો આનંદ છવાઈ ગયો કે ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં મંત્રોના જાપ વચ્ચે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ગર્ભગૃહમાં અન્ય ઘણા મહાનુભાવો પણ હાજર હતા. ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS વડા મોહન ભાગવત, મુખ્ય યજમાન અનિલ મિશ્રા અને ડોમરાજા અનિલ ચૌધરી પીએમ નરેન્દ્ર મોદી સાથે હાજર હતા.

આ પણ વાચો: મૈસૂરના મૂર્તિકારની કમાલની કલા, અવધ નરેશને આપ્યું મસ્ત બાળરૂપ

ટાઇમ્સ સ્ક્વેર પર ભગવાન રામ
આખરે ભગવાન શ્રી રામનો વનવાસ પુર્ણ થયો હોય અને વર્ષો બાદ પ્રભુ અયોધ્યા આવી રહ્યા હોય તેવું દેશની સાથે દુનિયામાં જોવા મળી રહ્યું છે. તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહ્યું હતું. જેમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવ્યું હતું. વિદેશમાં વસતા હિન્દુઓને પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જોવાનો લ્હાવો મળ્યો હતો. આ ઉપરાંત બ્રિટનના લંડનમાં ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેક્સિકોમાં પ્રથમ રામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ સિવાય વિશ્વના ઘણા દેશોમાં રામ લલ્લાના અભિષેક પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.