December 19, 2024

જે લોકોને ચોકલેટ નથી પસંદ એ લોકો માટે ખાસ છે આ બરફી

Chocolate Barfi: આજે વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે. મોટા ભાગના લોકોને ચોકલેટ ખાવી ગમે છે, પરંતુ એવા પણ કેટલાક લોકો હોય છે. જેને ચોકલેટ ખાવી નથી ગમતી. આવા લોકોને બીજા સ્વીટ ખાવા ગમે છે. જો તમારા પાર્ટનર પણ આ કેટેગરીમાં આવે છે તો તમે એમના માટે ચોકલેટ ડે પર ચોકલેટ માવા બર્ફી બનાવી શકો છો.

સામગ્રી
2 1/2 કપ માવો
3 ચમચી ખાંડ
1 ચમચી ગુલાબજળ
1 ટીસ્પૂન એલચી પાવડર
2 ચમચી કોકો પાવડર
2 ચમચી સમારેલી બદામરીત
– ચોકલેટ માવા બર્ફી બનાવવા માટે સૌપ્રથમ તવાને લો ફ્લેમ પર ગરમ કરો.
– કડાઈમાં ખોયા ઉમેરો અને 5 થી 7 મિનિટ સુધી હલાવતા જ શેકી લો.
– જ્યારે તે ઓગળવા લાગે ત્યારે તેમાં ખાંડ, એલચી પાવડર અને ગુલાબજળ ઉમેરીને મિક્સ કરો
– આ મિશ્રણને 4-5 મિનિટ સુધી સાંતળો.
– જ્યારે માવો સંપૂર્ણ રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો.
– થાળીમાં ઘી લગાવી તેમાં આ મિશ્રણને રેડો
– આંગળીઓ વડે સરખી રીતે ફેલાવો.
– તવામાંથી અડધો માવો કાઢીને પ્લેટમાં સરખી રીતે ફેલાવો.
– બાકીના મિશ્રણમાં કોકો પાવડર ઉમેરો અને મિક્સ કરો.
– હવે પ્લેટમાં રાખેલ બરફી મિશ્રણ પર કોકોનું મિશ્રણ રેડો અને તેને ફેલાવો.
– તેના પર ઝીણી સમારેલી બદામ મૂકો અને હથેળીથી હળવા હાથે દબાવો. જેથી ચોકલેટ બરફી પર એકસાથે ચોંટી જાય.
– હવે બરફીને 2 કલાક માટે ફ્રીજમાં રાખો.
– ફ્રિજમાંથી બહાર કાઢીને છરી વડે ચોરસ ટુકડા કરી લો.
– પ્લેટમાંથી ટુકડાઓને કાળજીપૂર્વક કાઢીને બીજા વાસણમાં મૂકો.
– ચોકલેટ બરફી તૈયાર છે.