October 4, 2024

એકદંત સ્વામીને અર્પણ કરો ચોકલેટના લાડવા, આ રહી ઈઝી રેસીપી

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી આવતીકાલે છે. ત્યારે દેશભરમાં ધામધૂમથી આવતીકાલથી લઈને 10 દિવસ સુધી ઉજવવામાં આવશે. મોટા ભાગના લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોય છે. દરેક ભક્ત એવી આશા રાખે છે કે બાપ્પાને બને તેટલા ખુશ રાખવાનો પ્રયાસ કરે નવા નવા પ્રસાદ અર્પણ કરીને. બાપ્પાને મોદક બહુ ભાવે છે એટલે મોટા ભાગના ભક્તો મોદક અર્પણ કરે છે. મોદક પણ ઘણા પ્રકારના બને છે. જેમાંથી આજે અમે તમને ચોકલેટ મોદકની રેસીપી જણાવીશું. આવો જાણીએ કે કેવી રીતે બને છે ચોકલેટ મોદક.

આ પણ વાંચો: કાજુના મોદક બનાવી બાપ્પાને કરો અર્પણ, કોઈ જ સ્ટિમિંગ વગર બનશે મસ્ત મીઠાઈ

મોદક માટે સામગ્રી

  • 2 કપ દૂધ
  • ½ કપ ખાંડ
  • 1 કપ ડેસીકેટેડ નારિયેળ
  • ¼ કપ મિલ્ક પાવડર
  • 250 ગ્રામ મિલ્ક ચોકલેટ
  • માવો

આ પણ વાંચો: રિદ્ધિ સિદ્ધિના સ્વામીને અર્પણ કરો રાજસ્થાની ચુરમા બરફી, આ રહી બનાવવાની ઈઝી રીત

ચોકલેટ મોદક બનાવવાની રીત
ચોકલેટ મોદક બનાવવા માટે તમારે ઓગળેલી ડાર્ક ચોકલેટ લેવાની રહેશે. હવે તેમાં તમારે નાળિયેર લેવાનું રહેશે. ત્યારબાદ તમારે બદામ પાવડરની નાંખવાનો રહેશે. આ બધી વસ્તુઓને મિક્સ કરીને લોટ બાંધો. જો તમે ઈચ્છો તો તેમાં થોડા ગ્લુકોઝ બિસ્કિટ પણ ઉમેરી શકો છો. મોદક તૈયાર કરવા માટે મોદકના મોલ્ડમાં મિશ્રણ ભરીને તેનો આકાર આપો. આ પછી, તેને ફ્રીઝમાં 2 કલાક માટે ફ્રીઝમાં રાખો. તૈયાર છે તમારા ચોકલેટ મોદક