BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે આપી માહિતી, GSTના અધિકારીઓ તપાસમાં જોડાશે
BZ Ponzi Scheme: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમ SP મુકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુકેશ પટેલે જાણકારી આપતા જણાવ્યું કે Bz ગ્રૂપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે 7 આરોપી ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી પહોંચી ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતના ઘરે
મોંઘી ગાડીઓ જપ્ત કરી
SP મુકેશ પટેલે કહ્યું કે Bzના માલિકની મોંઘી ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. આ ગાડીઓ રોકાણકારોના રૂપિયાથી વસાવવામાં આવી છે જેના કારણે તેને પણ જપ્ત કરવામાં આવી છે. Bzના અન્ય બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે. ફેમેલી સભ્યોએ વસાવેલી પ્રોપટીની પણ તપાસ કરવામાં આવી રહી છે. 7 આરોપીઓ રોકાણકારોના ફોર્મ ભરવા , ડિપોઝીટ ભરવાની અને લોભામણી લાલચ સહિતની કામગીરી કરતા હતા. હાલ ભુપેન્દ્ર ઝાલાનો મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો છે. કોઈ પોલીસે રોકાણકાર કર્યું છે કે નહીં તેની તપાસ બેન્ક એકાઉન્ટના માધ્યમથી જાણી રહ્યા છીએ.