April 8, 2025

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કરશે

ગાંધીનગર: આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. આ સાથે મુખ્યમંત્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8મી એપ્રિલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમજ મા નર્મદાની પૂજા-અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પરિક્રમાર્થીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે.