January 5, 2025

રાજકોટના લાપિનોઝ પીઝામાંથી નીકળ્યો વંદો, ફોટો થયો વાયરલ

Rajkot News: બ્રાન્ડના નામે લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા બનાવો સામે આવે છે. ફરી વાર એવો જ બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા લા પિનોઝ પીઝામાં આ ઘટના બની છે.

આ પણ વાંચો: મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની મળી હાર, ટેસ્ટમાં 49મી વખત આવો દિવસ ફરી જોવા મળ્યો

પીઝામાં મરેલો વંદો દેખાયો
દિલીપભાઈ ટાંક નામના વ્યક્તિ પરિવાર સાથે પીઝા ખાવા માટે ગયા હતા. આ સમયે તેમને પીઝામાં મરેલો વંદો દેખાયો હતો. દિલીપભાઈએ મરેલા વંદાનો પીઝા સાથેનો ફોટો વાયરલ કર્યો છે. અવારનવાર એવા બનાવ સામે આવે છે કે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે જાણે ખેલ ખેલાઈ રહ્યો છે. આવા બનાવો અનેક વાર બને છે છતાં આરોગ્ય વિભાગ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહ્યું તે પણ એક સવાલ છે.