December 24, 2024

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું

ગુજરાત: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 18 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે. નલિયા 13.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી. આ વચ્ચે હવે ડીસામાં 14 ડિગ્રી તાપમાન , અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરતમાં 20 ડિગ્રી , રાજકોટમાં 15.4 ડિગ્રી , દ્વારકામાં 19.8 ડિગ્રી તાપમાન , ભૂજમાં 17.6 ડિગ્રી, વેરાવળમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: AAPની ફરી એકવખત મુશ્કેલીઓ વધી! ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ