અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાર્તિક પટેલનો પણ વરઘોડો જાહેરમાં કાઢવામાં આવે

Khyati Hospital: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું. તેવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલનો પણ વરઘોડો જાહેરમાં કાઢવામાં આવે. બીજેપીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હિંમત હોય તો પૈસાદાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢીને બતાવે.

આ પણ વાંચો: મહાકુંભમાં હવે બ્લિંકિટની એન્ટ્રી, ભક્તોને પૂજાની સામગ્રી મળશે સરળ

કાર્તિક પટેલનો જાહેરમાં વરઘોડો
છેલ્લા ઘણા સમયથી ખ્યાતિ હોસ્પિટલનું નામ ચર્ચામાં છે. આ પછી પાયલ ગોટીનું અમરેલીની બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે બાદ પાટીદાર સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાદ હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું. તેવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલનો પણ વરઘોડો જાહેરમાં કાઢવામાં આવ્યો છે.