શર્માની ફિટનેસ પર બફાટ કરતા કોંગ્રેસ નેતાને ક્રિકેટ બોર્ડે આપ્યો સણસણતો જવાબ

Rohit Sharma: કોંગ્રેસ નેતા ડૉ. શર્માએ કહ્યું કે રોહિત શર્મા જાડો થઈ ગયો છે. આ નિવેદન પછી ભારે વિવાદ થયો છે. આ વચ્ચે હવે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ નિવેદન આપ્યું છે. દેવજીત સૈકિયાએ કહ્યું કે, અમારા કેપ્ટન વિરુદ્ધ આવા નિવેદનો ખૂબ જ નિંદનીય છે. રોહિત કેપ્ટન તરીકે મોટી જવાબદારી સંભાળી રહ્યો છે. કોંગ્રેસના નેતાનું નિવેદન ખૂબ જ નિંદનીય છે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલ માટે રમવાની છે.
આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીના જલારામ બાપા વિશેના નિવેદનથી રઘુવંશી સમાજમાં ભારે રોષ
ખેલાડીઓ પર નકારાત્મક અસર
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, એક જવાબદાર વ્યક્તિ દ્વારા આવી તુચ્છ ટિપ્પણીઓ કરવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવા નિવેદન આપવાથી ખેલાડીઓ પર નકારાત્મક અસર પડી શકે છે. કૃપા કરીને આવી ટિપ્પણીઓ ન કરો. ડૉ. શમા મોહમ્મદે પોતાના એક્સ એકાઉન્ટ પર રોહિતને ટેગ કરીને એક પોસ્ટ પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે તેને વજન ઓછું કરવાની જરૂર છે. તે ચોક્કસ ઈન્ડિયાનો સૌથી પ્રભાવશાળી કેપ્ટન છે. જોકે ભારે વિવાદ બાદ તેણે આ પોસ્ટને હટાવી દીધી છે.