કોંગ્રેસ ફકત જાતિવાદી રાજનીતિ કરે છે, ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

Ahmedabad: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. ફૈસલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. ફૈસલ પટેલના નિર્ણય બાદ હવે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર અહેમદ પટેલના પુત્રના કોંગ્રસના છોડવા અંગે નિવેદન બાદ ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ ફકત જાતિવાદી રાજનીતિ કરે છે. હવે કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. ફકત કોંગ્રેસના જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે.
આ પણ વાંચો: આણંદના આંકલાવમાં પરપ્રાંતિય બાળકોને ફૂડ પોઈઝનિંગ , સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઉલ્લેખનીય છે કે, ફૈસલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા કહ્યું, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”