January 22, 2025

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન

Manish Doshi: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન આપ્યું છે. લાંબાગાળાથી સ્થાનિક સ્વરાજ્યમાં વહીવટદારનું રાજ ચાલી રહ્યું હતું. વહીવટદારોના કારણે અનેક નગરપાલિકાઓ દેવાદાર બની છે. નગરપાલિકાઓ વીજબિલના ભરી શકે એવી સ્થિતિ જોઈ છે. રાજ્યમાં સમયસર ચૂંટણીઓ યોજાવી જોઈએ.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન 

કોંગ્રેસ મતદારો વચ્ચે જઈશું
મનીષ દોશીએ કહ્યું કે મજબૂરીમાં સરકારે ચૂંટણીઓ તો જાહેર કરી પણ ગ્રામ પંચાયતો બાકી રાખી છે. લોકોના પ્રાથમિક પ્રશ્નોને લઈ કોંગ્રેસ મતદારો વચ્ચે જઈશું. ભાજપ ચૂંટણીઓ આપવા નતી માંગતી પણ એમને ફરજ પડી છે. કોંગ્રેસના ઉમેદવારો પક્ષના ચિહ્ન પર જ ચૂંટણી લડશે. અગાઉ કોંગ્રેસના કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તમામ નપાઓમાં પક્ષના ચિન્હ પર જ કાર્યકારી ચૂંટણી લડશે. નગરપાલિકાઓમાં સંગઠનાત્મક કામગીરી પૂર્ણ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મતદાતાઓના પ્રાથમિક પ્રશ્નોને લઈ કોંગ્રેસ ચૂંટણીમાં ઝંપલાવશે.