પ્રિયંકા અને રાહુલ ગાંધીને કોંગ્રેસ આ બેઠક પરથી મેદાનમાં ઉતારશે!
Congress First List Candidates Lok Sabha Elections 2024: છેલ્લી બે લોકસભા ચૂંટણી (2014 અને 2019)માં સરેરાશથી ઓછું પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. માહિતી અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે કઈ બેઠક પર કોણ ઉમેદવાર રહેશે અને કોને પડકાર આપશે તે અંગે બેઠક યોજી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી બેઠકોને લઈને કોઈ ભૂલ કરવા માંગતી નથી. મળતી માહિતી મુજબ કોંગ્રેસે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
BIG BREAKING: It's official now 🚨
Rahul Gandhi to contest Loksabha polls from both Amethi & Wayanad.
Priyanka Gandhi to enter electoral politics & will contest from Raebareli.
Excellent decision, will boost Congress in Uttar Pradesh 🔥 pic.twitter.com/VGTmkFUqq3
— Ankit Mayank (@mr_mayank) March 6, 2024
પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે
મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા ગાંધી કોંગ્રેસની પરંપરાગત સીટ રાયબરેલીથી ચૂંટણીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.બીજી બાજુ રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીની જેમ અમેઠી અને વાયનાડથી પણ ચૂંટણી લડશે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તેને વાયનાડમાંથી જંગી જીત મળી હતી, પરંતુ આ વખતે રાહુલ ગાંધી માટે વાયનાડનો રસ્તો પણ આસાન નહીં હોય, કારણ કે ડાબેરીઓએ આ વખતે આ બેઠક પરથી ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે.
BIG BREAKING 🔥
▪️ Rahul Gandhi to contest from Amethi And Wayanad in Loksabha poll .
▪️ Priyanka Gandhi to contest from Raebareli.
Source NDTV pic.twitter.com/l8iLBmRwVc
— Surbhi (@SurrbhiM) March 6, 2024
જાણો રાયબરેલી અને અમેઠી વિશે
કોંગ્રેસ પાર્ટી માટે રાયબરેલી અને અમેઠી બેઠકો વિશેષ મહત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી 2004થી રાયબરેલી બેઠક પરથી જીતી રહ્યા હતા. 2019માં તે યુપીની 80 બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી એકમાત્ર સાંસદ હતા. આ વખતે તેમણે સામાન્ય ચૂંટણીમાં જવાનું ટાળ્યું અને રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો હતો. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અમેઠી બેઠક પરથી ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ 2009 અને 2014માં પણ અહીં જીત મેળવી હતી. અહીંના લોકોએ તેમને સતત ત્રણ વખત સંસદમાં ચૂંટ્યા, પરંતુ છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તેમને 50 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
સુનીલ કનુગોલુ મહત્વની ભૂમિકા
કર્ણાટકમાં કોંગ્રેસની પુનરાગમન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને ચૂંટણી રણનીતિકાર સુનીલ કનુગોલુ લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્ર અનુસાર રાહુલ ગાંધી એવા ઉમેદવારોને જ સમર્થન આપશે જેમના નામ સુનિલ કનુગોલુ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં હશે. રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના ગણાતા સુનીલ જનતાની નાડીને ખૂબ જ ઝડપથી સમજી શકે છે અને તે મુજબ યોજનાઓ બનાવે છે.