પાયલ મેટરનેટી હોસ્પિટલના વાયરલ સીસીટીવી મામલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Rajkot-Payal-Hospital-Viral-Video-News-n.jpg)
Rajkot Payal Hospital Viral Video: પાયલ મેટરનેટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીનો મામલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. શહેર મહિલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધને પગલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે તું તું મેં મેં જોવા મળી હતી. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ અને અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: યુપી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર હોબાળો, કાર્યવાહી સ્થગિત
સીસીટીવીના પાસવર્ડ એડમીન પાસે
હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સીસીટીવીના પાસવર્ડ એડમીન પાસે હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીનો એક્સેસ બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.