March 19, 2025

એવા દેશોનું લિસ્ટ જ્યાં તમે સસ્તામાં ફરી શકો છો

International travel: ઘણી વખત લોકો વિદેશ પ્રવાસ કરતા અચકાતા હોય છે કારણ કે તેમાં ઘણા પૈસાની જરૂર પડે છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્યાં ભારતીયો માટે પ્રવાસનું આયોજન કરવું થોડું સસ્તું છે. આ દેશોની સુંદરતા માત્ર જોવા લાયક નથી, પરંતુ અહીં જવા માટે તમારે મોટા બજેટની પણ જરૂર નહીં પડે. વિદેશ જવાનું સપનું દરેકના મનમાં આવે છે. જો તમે પણ તમારા પરિવાર કે જીવનસાથી સાથે દેશની બહાર ક્યાંક ફરવા જવા માંગતા હોવ, પરંતુ બજેટને લઈને પરેશાન છો તો ચિંતા કરશો નહીં. ચાલો જાણીએ એવા દેશો વિશે જ્યાં ઓછા પૈસામાં ટ્રિપ પ્લાન કરી શકાય છે.

વિયેતનામ
જો તમે ઓછા પૈસામાં વિદેશ પ્રવાસનું આયોજન કરવા માંગો છો. તો વિયેતનામ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમારા મનને ખુશ કરી દેશે. આ સુંદર દેશમાં ફરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં. વાસ્તવમાં વિયેતનામમાં ભારતીય રૂપિયો ખૂબ જ મજબૂત છે. જો એક રૂપિયાને ડોંગમાં ફેરવવામાં આવે તો તે અંદાજે 296 રૂપિયા થઈ જાય છે.

ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા ભારતીય લોકો માટે મનપસંદ સ્થળ છે. તમે અહીં સરળતાથી તમારી ટ્રિપ પ્લાન પણ કરી શકો છો. આ સ્થળ કપલ્સ માટે પણ જોવા લાયક છે. અહીં ભારતીય રૂપિયો 188 રૂપિયા બરાબર છે. જોકે હવે ઈન્ડોનેશિયાના બાલીમાં વિદેશી પ્રવાસીઓ માટે ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે.

કંબોડિયા
ભારતીય લોકો માટે, કંબોડિયા પણ એક એવો દેશ છે જ્યાં તમે આરામથી તમારા પ્રવાસનું આયોજન કરી શકે છે. અહીં 1 ભારતીય રૂપિયો અંદાજે 49 રૂપિયા છે. કંબોડિયા જવા માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે તમે એરપોર્ટ પર જઈને વિઝા મેળવી શકો છો. જે 30 દિવસ માટે માન્ય રહેશે. અહીં વિઝા ફી પણ વધારે નથી.