December 18, 2024

આકરી ગરમીમાં નવસારીની શાંતાદેવી ગૌશાળામાં ગાયોને કેરીનો રસ પિવડાવાયો

જીગર નાયક, નવસારી: પવિત્ર ચૈત્ર માસની સાથે રામનવમીના દિવસ નિમિત્તે નવસારીના પ્રીત ફાઉન્ડેશન દ્વારા ગૌશાળાની 40 થી વધુ ગાયોને કેરીનો રસ પિવડાવાયો હતો. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી મહાવીર કરુણા ગૌશાળામાં પ્રીત ફાઉન્ડેશનના પ્રમુખ પ્રીતિ મારૂ દ્વારા 50 લીટર કેરીનો રસ પીવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યું અને પ્રમુખ પ્રીતિ મારૂ તેમને ધન્યતા અનુભવી હતી.

ફાઉન્ડેશનના પ્રીતિ મારૂ અને તેમની ટીમ દ્વારા ગાયોને 50 લીટર કેરીનો રસ પિરસાયો હતો અને સાથે સાથે ગાયોને કેરીના રસ સાથે રોટલી પણ ખવડાવવામાં આવી હતી.

પ્રીત ફાઉન્ડેશન શાળાઓમાં ‘એક રોટી ગાય કે નામ’ અભિયાન પણ ચલાવે છે. પ્રીત ફાઉન્ડેશન લાંબા સમયથી પાંજરાપોળમાં રહેતી ગાય માટે રોટલી ઉઘરાવી તેમને ખવડાવવાનો સેવા યજ્ઞ કરે છે.

મૂંગા અને અબોલ પશુઓની સેવા કરવા નવસારી શહેરની પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થા ગાયોની સેવા કરી અન્ય માટે પણ પ્રેરણા રૂપ બની.