NDAની સરકારે અર્થતંત્રનું મોટું ગાબડું ભર્યુંઃ સીઆર પાટીલ
સુરતઃ લોકસભામાં રજૂ થયેલા શ્વેત પત્ર અંગે સુરત મહાનગરમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં તેમણે ઘણાં મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. તો બીજી તરફ મોદી સરકારની કામગીરી અંગે જાણકારી આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે, લોકસભામાં 2004થી 2014 સુધી યુપીએ સરકારમાં અર્થતંત્ર નબળું પડ્યું એ અંગે શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની આગેવાનીમાં એનડીએ સરકારે છેલ્લા નવ વર્ષમાં યુપીએ સરકાર દ્વારા અર્થતંત્રમાં જે ગાબડું પાડવામાં આવ્યું એની ભરપાઈ કરી છે અને અર્થતંત્રની સાથે-સાથે દેશનો સર્વાંગી વિકાસ પણ થયો છે.
લોકસભામાં રજૂ થયેલા શ્વેત પત્ર અંગે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી. આ પત્રકાર પરિષદમાં રજૂ કરેલી વાતોની એક ઝલક.
👉લોકસભામાં 2004થી 2014 સુધી યુપીએ સરકારમાં અર્થતંત્ર નબળું પડ્યું એ અંગે શ્વેતપત્ર રજૂ કરાયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની… pic.twitter.com/l5Y7ohXWGD
— C R Paatil (@CRPaatil) February 11, 2024
આગળ તેમણે જણાવ્યુ હતુ કે, માનનીય મોદી સાહેબની સરકારે વિકાસનાં અનેકવિધ કાર્યો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જે પણ વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા, કલમ 370 હટાવવાની હોય કે રામ મંદિરનું નિર્માણ હોય આ તમામ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશને અલગ અલગ જ્ઞાતિમાં વહેંચવાને બદલે મોદી સરકારે ગરીબ, કિસાન, યુવાન અને મહિલા એમ ચાર જ જ્ઞાતિનો વિચાર દેશ સમક્ષ મૂક્યો અને એમનાં માટે વિકાસ કાર્યો શરૂ પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતા એમણે રાત-દિવસ કામ કરી, લોકોની અપેક્ષા પર ખરા ઉતરીને મેળવી છે.