December 9, 2024

ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી પહોંચી ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતના ઘરે

Khyati Hospital: ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે. જેમાં આરોપીના રિમાન્ડ દરમિયાન હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતના ઘરે તપાસ કરવામાં આવી હતી. આ પહેલા જ્યારે તપાસ કરવામાં આવી હતી તે સમયે ચિરાગ રાજપુતના ઘરે દારૂની 54  બોટલ સહિત ઘણા બધા દસ્તાવેજ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: શું નોકરી બદલ્યા પછી UAN એક્ટિવેટ કરવું જરૂરી છે?

ચિરાગ રાજપુતના ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ
ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તપાસના ભાગરુપે હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતના ઘરે ફરી એકવાર તપાસ કરાઈ રહી છે. આ પહેલા જ્યારે તપાસ કરવામાં આવી હતી તે સમયે ચિરાગ રાજપુતના ઘરે 54 બોટલ દારૂની અને તેની સાથે ઘણા બધા દસ્તાવેજ મળી આવ્યા હતા. ચિરાગ રાજપૂતે પોતાના ઘરમાં ગુપ્ત જગ્યાએ કોઈ પુરાવા સંતાડ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.