July 1, 2024

CSKની હારથી IPLના 17 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

IPL 2024: ગઈ કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્લેઓફનમાં પોતાનું સ્થાન કાયમ કરવા માટે મહામુકાબલો થયો હતો. જેમાં ચેન્નઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મેચમાં હારની સાથે CSK પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે.

પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ
આ મેચનું આયોજન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેચ ખુબ ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળી હતી. ગઈ કાલની જીત સાથે બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચારેય ટીમની વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: IPL 2024: KKR સામે હાર્યા બાદ KL રાહુલે કહી આ વાત

ઈતિહાસ બદલાઈ ગયો
ગઈ કાલની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની હાર સાથે તે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે ગઈ સિઝનમાં જે ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી હતી. તે ટીમો આ વખતે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. આવું આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ અગાઉ આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. પરંતુ આ વખતની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકમાત્ર એવી ટીમ છે જેણે હજુ સુધી IPL ટ્રોફી જીતી નથી. જેના કારણે તેના માટે આ રસ્તો મુશ્કેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હમેંશા જબરદસ્ત ફોર્મમાં જોવા મળી છે. જેના કારણે આ માત્ર ત્રીજી વખત બન્યું છે કે તે પ્લેઓફમાં પહોંચી શકી નથી.