News 360
April 2, 2025
Breaking News

શું એમએસ ધોનીના કારણે CSK હારી ગયું? ચેન્નાઈના ભૂતપૂર્વ ખેલાડીએ કહી દીધી આ વાત

MS Dhoni: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હાર આપી હતી. CSKના ખેલાડીઓએ ઝડપથી રન બનાવવાની જરુર હતી. સોશિયલ મીડિયા પર બેટિંગ ઓર્ડર અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. જેનું કારણ એ છે કે એમએસ ધોનીનું 9 નંબર પર બેટિંગ કરવા આવવું. 9મા સ્થાન પર એમએસ ધોનીને બોલાવવામાં આવ્યો હતો. ધોનીના બેટિંગ ક્રમ વિશે ચેન્નાઈનો ભૂતપૂર્વ ખેલાડીએ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: RCB સામે 50 રનથી હાર્યા છતાં CSKનો કેપ્ટન ખુશખુશાલ! ઋતુરાજ ગાયકવાડના નિવેદનથી ફેન્સ નારાજ

શેન વોટસને ધોની માટે કહી આ વાત
શેન વોટસન માને છે કે જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈની જીતી શક્યો હોત. ઋતુરાજ ગાયકવાડની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. શેન વોટસને કહ્યું કે ધોનીને આટલા ક્રમમાં બેટિંગ કરવા મોકલવો જોઈતો ના હતો. જો પહેલા મોકલ્યો હોય તો પરિણામ બીજું હોય શકત. શેન વોટસને કહ્યું કે મને વ્યક્તિગત રીતે ધોનીને ઉપરના ક્રમમાં બેટિંગ કરતો જોવાનું ગમ્યું હોત. શેન વોટસને એમ પણ કહ્યું કે જો ધોની આગળના ક્રમમાં બેટિંગ કરવા આવ્યો હોત તો CSK જીતી શક્યું હોત. ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ CSK જીતી શક્યું હોત.