January 10, 2025

દહીંમાં આ મિક્સ કરીને ખાવો, થશે આ ફાયદાઓ

Curd Benefits: ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પાચનતંત્રને સુધારવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે દહીં ખાવાથી શું થશે ફાયદાઓ.

હીંગ અને દહીં
દહીંમાં હીંગ ભેળવીને ખાવાથી પેટમાં સોજો, ગેસ અને અપચોની સમસ્યા દૂર થાય છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ માટે તમે હિંગને પાણીમાં પલાળી દહી સાથે ખાઈ શકો છો.

જીરું પાવડર અને દહીં
જીરું પાવડર દહીંમાં ભેળવીને ખાવાથી પાચનતંત્રમાં સુધારો કરે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ આંતરડાને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. પેટને લગતી સમસ્યાને દૂર કરવા માટે દહીં જીરું ખાવાનો રાખો.

આ પણ વાંચો: બટાકા ડુંગળીનો આ રીતે બનાવો નાસ્તો, જાણો રેસીપી

કાળા મરી અને દહીં
પાચનક્રિયાને સુધારવા માટે કાળા મરી અને દહીં ખાવાનું રાખો. પેટમાં સોજો હોય કે અપચો તેને દૂર કરે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કાળા મરી અને દહીં ખાવાનું રાખો.