મહાકુંભમાં બુકિંગના નામે થઈ રહી રહ્યાં છે સાયબર ફ્રોડ, UP પોલીસે અવરનેસ માટે જાહેર કર્યો વીડિયો
Mahakumbh 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આસ્થાના દર્શન કરવા કરોડો લોકોની ભીડ પ્રયાગરાજ પહોંચશે. આવી ભીડને મેનેજ કરવા માટે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તમ વ્યવસ્થા કરી છે. લોકોને રહેવા માટે હોટલ, કોટેજ અને ગેસ્ટ હાઉસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સાયબર ગુનેગારો પણ ઓનલાઈન બુકિંગ દ્વારા પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા, આ સાયબર ગુનેગારો તમને તમારું બુકિંગ કરવાનું કહીને તમારા એકાઉન્ટમાંથી તમામ પૈસા ચોરી શકે છે. તેનાથી બચવા માટે યુપી પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક અવરનેસ વિડીયો શેર કર્યો છે. જેમાં કુંભ દરમિયાન ઓનલાઈન બુકિંગ દ્વારા સાઈબર ગુનેગારો લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. લોકોને ઓછા ખર્ચે રહેવા, ખાવા-પીવાની અને મુસાફરીની સુવિધાની લાલચ આપીને તેઓ લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમના પૈસા પડાવી લે છે.
महाकुंभ में आस्था की डुबकी लगाएं, लेकिन साइबर स्कैम के जाल में न फंसें!
सिर्फ पंजीकृत वेबसाइट से बुकिंग कराएं, वरना साइबर ठग आपका ठिकाना भी गायब कर सकते हैं।
सतर्क रहें, सुरक्षित रहें!प्रयागराज महाकुंभ में ठहरने के अधिकृत स्थानों की सूची निम्न लिंक से डाउनलोड… pic.twitter.com/9X6XzY7nxy
— UP POLICE (@Uppolice) January 5, 2025
ક્યાં બુક કરવું
વીડિયોના અંતમાં બોલિવૂડ એક્ટર સંજય મિશ્રા પણ જોવા મળી રહ્યા છે જે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે કુંભ દરમિયાન યોગ્ય રીતે હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજ કેવી રીતે બુક કરાવવું તે લોકોને કહી રહ્યા છે. વીડિયોમાં તે કહે છે, “આ સાયબર ગુનેગારો નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા તમને છેતરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે ફક્ત સત્તાવાર વેબસાઇટ kumbh.gov.inની મુલાકાત કરો. જ્યાં તમને હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજની યાદી મળશે. ત્યાંથી તમારું સ્થાન પસંદ કરો અને પછી તમારું બુકિંગ કરો.
યુપી પોલીસે લોકોને ચેતવણી આપી
યુપી પોલીસે આ વીડિયો સોશિયલ સાઈટ X પર તેના ઓફિશિયલ હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- “મહા કુંભમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવો, પણ સાયબર કૌભાંડોની જાળમાં ન ફસો! રજિસ્ટર્ડ વેબસાઈટ દ્વારા જ બુકિંગ કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો!”. વીડિયોની સાથે યુપી પોલીસે પ્રયાગરાજ મહાકુંભમાં રહેવા માટે અધિકૃત સ્થળોની યાદીની લિંક પણ શેર કરી છે. તેને ડાઉનલોડ કરીને, તમે તે તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજની સૂચિ જોઈ શકો છો.