ચક્રવાતી તોફાનનો ખતરો હજુ ટળ્યો નથી, હવે આ રાજ્યોમાં મચાવશે તબાહી! IMDએ આપ્યું રેડ એલર્ટ
Cyclone Fengal: દેશમાં ચક્રવાતી તોફાન ફેંગલનો ખતરો હજુ ટળ્યો નથી. જ્યારે ઉત્તરીય રાજ્યો ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ચક્રવાતી તોફાન ફેંગલ દક્ષિણના રાજ્યોમાં તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હવે ફેંગલે પુડુચેરી અને તમિલનાડુથી આગળ વધી ગયું છે અને અન્ય રાજ્યોમાં કહેર મચાવશે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાતી તોફાન ફેંગલનું દબાણ ઉત્તરીય તટીય તમિલનાડુ અને પુડુચેરીથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હવે તે લો પ્રેશર વિસ્તારમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. ઉત્તર કેરળ કર્ણાટકના દરિયાકાંઠે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં 2-3 ડિસેમ્બરની આસપાસ લો પ્રેશર થવાની શક્યતા છે.
આ પણ વાંચો: મેક્સિકોમાં બંદૂકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 8 લોકોના મોત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કેરળને અડીને આવેલા તમિલનાડુના આંતરિક જિલ્લાઓમાં 3 ડિસેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળના મોટાભાગના ભાગોમાં 2-3 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
IMDએ કેરળના મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત, એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણી અને કોટ્ટાયમ, અલાપ્પુઝા અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસું વધુ તેજ થવાની ધારણા વ્યક્ત કરી છે.