શિયાળામાં મારૂતીનંદનને સેવંતીના ફૂલનો શણગાર, સિલ્કના વાઘા પર જરદોશી વર્ક
Salangpur: બોટાદમાં આવેલા સાળંગપુરના દાદા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને આજે રંગબેરંગી સેવંતીના ફુલોથી શણગારવામાં આવ્યા છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ
રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને રોજ નવા નવા શણગાર કરવામાં આવે છે. દાદાને એવા શણગાર કરવામાં આવે છે રોજ તેમના વીડિયો અને ફોટો વાયરલ થાય છે. સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.