News 360
February 25, 2025
Breaking News

હવે ચોરની ખેર નથી… દાહોદ પોલીસે ડ્રોનના લાઈવ ફુટેજથી આરોપીને દબોચ્યો

Dahod: રાજ્યમાં ચોરી, લૂટફાટની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે દાહોદમાં પોલીસે ડ્રોન દ્વારા ચોરને ઝડપી પાડ્યો છે. ડ્રોનના લાઈવ ફુટેજની મદદથી મંદિરના ચોરીના આરોપીને ઝડપી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે.

ડ્રોન અને સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ ગુનાઓ શોધવામાં વધુ એક સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર દાહોદમાં મંદિરના ચોરીના આરોપીને ઝડપી પાડવા દાહોદ પોલીસે તજવીજ હાથ ધરી હતી. જે બાદ દાહોદ પોલીસે ડ્રોનના લાઈવ ફુટેજની મદદથી મંદિરના ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

 

આ પણ વાંચો: લોકો પ્રવાસનને સહકાર આપે… ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ લોકોને કરી અપીલ