ડાંગ: હર્ષ સંઘવીએ ગરીબ આદિવાસી પરિવારના ઘરે કર્યું ભોજન
ડાંગ: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક દિવસ ડાંગના પ્રવાસે છે. ત્યારે હર્ષ સંઘવીએ આદિવાસી બૂથ કાર્યકર્તાના ત્યાં ભોજન લીધું હતું. તમને જણાવી દઇએ કે ભૂરાપાણી ગામે આદિવાસી સમાજના ગરીબ પરિવાર સાથે ભોજન લીધું હતું પરિવારનો આભાર માન્ય હતો.
મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી એક દિવસીય ડાંગની મુલાકાતે છે. જ્યારે તેમણે ભૂરાપાણી ગામે ગરીબ આદિવાસી પરિવારના ત્યાં ભોજન લીધું હતું. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહી છે. વીડિયો પોસ્ટ કરતા હર્ષ સંઘવીએ લખ્યું છે કે, આતિથ્યનો અમી ઓડકાર ! ડાંગના એક આદિવાસી પરિવારનું આતિથ્ય માણ્યું અને તેમની સાથે પ્રીતિ ભોજનનો આનંદ લીધો. મસાલા વગરનું અને એકદમ પૌષ્ટિક શાક, ચોખાની રોટલી, નાચણી રોટલા અને અડદની દાળનો સાત્વિક અને પરંપરાગત સ્વાદ માણ્યો.
આતિથ્યનો અમી ઓડકાર !
ડાંગના એક આદિવાસી પરિવારનું આતિથ્ય માણ્યું અને તેમની સાથે પ્રીતિ ભોજનનો આનંદ લીધો. મસાલા વગરનું અને એકદમ પૌષ્ટિક શાક, ચોખાની રોટલી, નાચણી રોટલા અને અડદની દાળનો સાત્વિક અને પરંપરાગત સ્વાદ માણ્યો.
ડાંગના આ પ્રેમાળ પરિવારનો સ્નેહ અને અનન્ય આતિથ્ય બદલ… pic.twitter.com/pCCAUhwa4Z
— Harsh Sanghavi (@sanghaviharsh) January 20, 2024
વધુમાં તેમણે લખ્યું કે, ડાંગના આ પ્રેમાળ પરિવારનો સ્નેહ અને અનન્ય આતિથ્ય બદલ હૃદયપૂર્વક આભાર ! નોંધનીય છે કે, હર્ષ સંઘવી સહિત સુરત રેન્જ આઇજી સહિતના લોકોએ પણ ભોજનનો સ્વાદ માણ્યો હતો.