July 2, 2024

ડાંગમાં ગિરિમથકની તળેટીમાં ધુમ્મસની ચાદર છવાઈ, નયનરમ્ય નજારો

ડાંગ: જિલ્લામાં વરસાદી ઝાપટાં બાદ તળેટીમાં ધુમ્મસ છવાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. ગિરિમથકની તળેટી વિસ્તારોમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે અને મજા માણી રહ્યા છે.

હવામાન વિભાગની 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

ક્યારે ક્યાં વરસાદ પડશે?
26 જૂને આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27મી જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 28મી જૂને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.