July 2, 2024

સિનિયર બોલર જિંદગીના પ્લેગ્રાઉન્ડમાંથી ‘આઉટ’, ક્રિકેટજગતમાં શોક

David Johnson Died: ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને કર્ણાટકના ફાસ્ટ બોલર ડેવિડ જોન્સને 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે બેંગલુરુમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1971ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે ડેવિડ જોન્સન 1990 દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા.
ખેલાડીને શ્રદ્ધાંજલિ
ડેવિડ જોન્સને 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. વર્ષ 1996માં ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે માત્ર 2 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે અચાનક દુનિયાને અલવિદા કરતા ક્રિકેટ જગતમાં શોક જોવા મળી રહ્યો છે. ડેવિડ જોન્સનું નિધન થતા BCCI સચિવ જય શાહ સુધીના પૂર્વ ભારતીય ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

એપાર્ટમેન્ટમાં મળી આવ્યા
ડેવિડ જોનસન આજ સવારના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવતા ચર્ચા થઈ રહી છે. તમામ દિગ્ગજ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વર્ષ 1996માં ડુબરનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ તેઓ રમ્યા હતા. તેમની ઘરેલું ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી હતી. તેઓ કર્ણાટક માટે રમ્યા હતા. 1995-96 રણજી ટ્રોફી સિઝનમાં તેમના બેસ્ટ બોલિંગ જોવા મળી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.